પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન અગાઉ યોજાયેલી બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ સસ્તા અનાજની દુકાનોના સ્થળ ફેરફાર અંગે
પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન અગાઉ યોજાયેલી બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ સસ્તા અનાજની દુકાનોના સ્થળ ફેરફાર અંગે મળેલી રજૂઆતો પર ચર્ચા, અન્ન સલામતી અને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના બાકી પડતર કેસોની સ્થિતિ તથા નવા જારી થયેલા અને રદ કરાયેલા રેશન કાર્ડોની,પેટ્રોલ પંપની તપાસ સહિતની તપાસની વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ સાથે જિલ્લામાં ઈ-કેવાયસીની પ્રગતિ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, વાંધાની અરજીઓ, દાવા-અરજીઓ અને સ્થળ તપાસની સ્થિતિ અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર જે બી વદર, જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક જાખડ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande