મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જેટકોના પ્રશ્નો અંગે બેઠક યોજાઈ
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં જેટકોના મુદ્દે બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ અધિકારીઓને ખેડૂતના ખેતરમાંથી લાઈનો પસાર કરતી વખતે ઓછામાં ઓછું નુકસા
મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જેટકોના પ્રશ્નો અંગે બેઠક યોજાઈ


મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જેટકોના પ્રશ્નો અંગે બેઠક યોજાઈ


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં જેટકોના મુદ્દે બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ અધિકારીઓને ખેડૂતના ખેતરમાંથી લાઈનો પસાર કરતી વખતે ઓછામાં ઓછું નુકસાન થાય તેવી તકેદારી રાખવાની સૂચના આપી.

મંત્રીએ જણાવ્યું કે લાઈનો નાખતા પહેલાં યોગ્ય સર્વે કરાવવો જોઈએ જેથી ખેડાણ લાયક જમીનને ઓછું નુકસાન થાય. તેમજ ખેડૂતોના પ્રશ્નો અંગે અધિકારીઓ મુલાકાત લઇ નિવારણ લાવે તે પણ સુનિશ્ચિત કરાયું.

બેઠકમાં લોકસભા સાંસદઓ હરિભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, ધારાસભ્યો મુકેશ પટેલ, સી.જે. ચાવડા, કિરીટ પટેલ, સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, તૃષાબેન પટેલ સહિત જેટકોના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande