આશીયાપાટ ગામે વિવાદીત પેશકદમી દૂર કરવા રજુઆત
પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના આશીયાપાટ ગામે રહેતા અને હનુમાનગઢના પૂર્વ સરપંચ અરજણભાઈ કારાવદરાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી આશીયાપાટ ગામે વિવાદિત પેશકદમી દુર કરવા માંગ કરી છે. આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, આશીયાપાટ ગામે આવેલ પેસકદ
આશીયાપાટ ગામે વિવાદીત પેશકદમી દૂર કરવા રજુઆત


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના આશીયાપાટ ગામે રહેતા અને હનુમાનગઢના પૂર્વ સરપંચ અરજણભાઈ કારાવદરાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી આશીયાપાટ ગામે વિવાદિત પેશકદમી દુર કરવા માંગ કરી છે. આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, આશીયાપાટ ગામે આવેલ પેસકદમી દુર કરવા માટે રાણાવાવ તાલુકાના મામલતદારએ 8 થી 10 લોકોને દબાણ દુર કરવા માટે નોટીસો આપેલ જેમા ગત તા. 30/5/2025ના રોજ માત્ર એક દલિત સમાજ અને અન્ય બે લોકોના દબાણ દુર કરવામાં આવ્યા હતા.

જયારે અન્ય દબાણદારો સાથે મળીને મસ મોટો વહીવટ કરીને કોઈ એક રાણાવાવથી રાજકીય વગ ધરાવતા વ્યક્તિએ તા.31/5/2025 ના રોજ સાજે 5 વાગ્યે આવેલ અને તેની સાથે મળીને જતા રહેલ અને અરજદારને ‘અમારા વિરુદ્ધ તમે અરજીઓ કરી એટલે અમે તમને લેન્ડ ગ્રેબીગના કેસમાં અથવા કોઈ ખોટા ગુનામા ફસાવી દેવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓને વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે અને અરજદારને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અરજદાર અરજણભાઈ કારાવદરાએ માંગણી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande