પાટણ-માલેગાવ રૂટની એસ.ટી. બસ પલટી ખાધી, મોટી જાનહાનિ ટળી
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ ડેપોની એસ.ટી. બસ નંબર GJ.18 Z.9287 (મહેસાણા ડિવિઝન) આજે સવારે પાટણ-માલેગાવ રૂટ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આશરે સવારે 8:00 વાગ્યે સતાણા અને માલેગાવ વચ્ચે બસ પલટી ખાઈ હતી. ડ્રાઈવર ચૌહાણ વનરાજસિંહે એક કાર ચાલકને બચાવવા અચાનક
પાટણ-માલેગાવ રૂટની એસ.ટી. બસ પલટી ખાધી, મોટી જાનહાનિ ટળી


પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ ડેપોની એસ.ટી. બસ નંબર GJ.18 Z.9287 (મહેસાણા ડિવિઝન) આજે સવારે પાટણ-માલેગાવ રૂટ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આશરે સવારે 8:00 વાગ્યે સતાણા અને માલેગાવ વચ્ચે બસ પલટી ખાઈ હતી. ડ્રાઈવર ચૌહાણ વનરાજસિંહે એક કાર ચાલકને બચાવવા અચાનક બ્રેક મારતાં બસનો બેલેન્સ ગુમાવાયો હતો. બસમાં કંડક્ટર તરીકે બારોટ કલ્પેશભાઈ હાજર હતા.

સદનસીબે, આ ઘટનામાં માત્ર બે મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. જોકે બસને અંદાજે રૂ. 1,00,000નું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.

દુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે સોનગઢ ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર જી. એસ. શેખ તપાસ માટે દોડી આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande