પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના દાગીના/મોટર સાયકલ વિગેરે મુદામાલ જે કોર્ટના હુકમો આધારે મુદામાલ મુળ માલીકોને સોપવા સુચનાઓ કરવામાં આવી હતી જે અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા રાણાવાવ પો.સ્ટે.માં નોંધાયેલા વિવિધ ગુનામાં કબ્જે કરેલ મુદામાલ સોનાના વેઠલા નંગ-02 તથા મોટર સાયકલ-01 તથા લોખંડના એંગલ તથા ડીઝલ લી. 180 મળી જેની કુલ કિંમત રૂ.1,30,935/-નો મુદામાલ ઉપરોકત ગુન્હાઓના કામે કબ્જે કરવામાં આવેલ જે મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યકર્મ અંતર્ગત મુળ માલીકોને પરત સોપવામાં આવેલ છે.
આ કામગીરી રાણાવાવ પી.આઈ. એન.એન. તળાવીયા તથા પો.હેડ.કોન્સ. એલ.ડી. સીસોદીયા સહિતના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya