અમદાવાદ, 26 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ ખાતા હસ્તક આવેલા બાલવાટિકાનું ઉદ્ઘાટન સને ૧૯૫૬માં કરવામાં આવ્યું હતું, જેથી બાલવાટિકામાં આવેલી એક્ટિવિટીઓ અત્યારના સમય મુજબ બાળકો માટે યોગ્ય ન રહેવાથી હાલના સમય અનુસાર બાળકોના બૌધ્ધિક અને શારિરીક વિકાસ થઈ શકે એ પ્રકારની એક્ટિવિટીઝ બનાવવા બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. આ બાલવાટિકામાં રૂ.૨૨ કરોડનો ખર્ચ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યો છે. આ બાલવાટિકામાં અગાઉના વર્ષોમાં અંદાજીત વાર્ષિક રૂ.૧૦ લાખની આવક થતી હતી પરંતુ આ બાલવાટિકાને પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવતાં બાલવાટિકાનો રાઉન્ડિંગ બેઝ રેન્ટલ રૂ.૧૮૭ પ્રતિ ચો.મી. પ્રમાણે ગણતા વાર્ષિક ફિકસ ભાડુ રૂ. ૧૯,૨૩, ૨૯૫/- મ્યુ.કોર્પો.ને મળશે. જયારે ટીકીટ વેચાણમાંથી કુલ આવકના ૨૭ ટકા રેવન્યુ શેરીંગ મ્યુ.કોર્પો. મળશે આમ, અંદાજીત વાર્ષિક રૂ.૪૦ લાખ જેટલી રકમ મ્યુ.કોર્પો.ને પ્રાપ્ત થશે તથા બાલવાટિકા માટે આવનાર મુલાકાતીઓ કાંકરિયા લેક ફ્રન્ટથી એન્ટ્રી મેળવશે, જેની ૧૦૦ ટકા આવક પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થશે.
બાલવાટિકાનું રિ-ડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન બાદ બાલવાટિકામાં આવનાર બાળકો અને વાલીઓને મનોરંજન માટે વિવિધ એક્ટિવિટીઓ આનંદ મળશે. આ બાલવાટિકામાં એન્ટ્રી ટીકીટ સાથે કેટલીક એક્ટિવિટી નિ:શુલ્ક પણ રાખવામાં આવી છે, જેમાં કોઇન હાઉસ, કાચઘર (એ.સી.), શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન તેમજ ગ્વોલ સ્ટેશનનો સમાવેશા થાય છે. આ ઉપરાંત એવી ઘણી એક્ટિવિટીઝ છે, જેની ટિકિટ રાખવામાં આવી છે. એમાં, ચીલ્ડ્રન ગો-કાર્ટ (૫ રાઉન્ડ), ડાયનાસોર ટ્રેન (મુવીંગ એક્ટિવિટી), લેઝી રીવર, હરણ ટ્રેન(મૂવિંગ એક્ટિવિટી), ભુલ ભુલૈયા, હેપી રિંગ(મૂવિંગ એક્ટિવિટી), વી-આર રિયાલિટી ઝોન (A.C.), એકસ વોરિયર(મૂવિંગ એક્ટિવિટી), ફલાઈગ થિએટર (A.C.), રોયલ રાઈડસ (મૂવિંગ એક્ટિવિટી), મિરર મેઈઝ (A.C.), રોબોટ(મૂવિંગ એક્ટિવિટી), વેકસ મ્યુઝીયમ (A.C.), ઝમ્પીંગ એડવેન્ચર, એડવેન્ચર રાઈડસ, ડાયનાસોર પાર્ક(૨૦ ડાયનાસોર), સેલ્ફી ટાવર (ગ્લાસ ટાવર), બટરફલાય પાર્ક (A.C.), મડ બાઈક (૭ રાઉન્ડ), ઈલિયુઝન હાઉસ (A.C.), સ્નો - પાર્ક (નભોદર્શન સાથે) (વીથ જેકેટ અને બુટ)નો સમાવેશ થાય છે.
આ અવસરે અમદાવાદના મેયર પ્રતિબભાબેન જૈન, અમદાવાદ શહેરના સર્વ ધારાસભ્યઓ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ