મિયાવાકી વન પદ્ધતિના પાઠ શીખવા આંધ્રપ્રદેશથી ખાસ કચ્છ આવ્યા સરકારી હાઇસ્કુલના 27 બાળકો
ભુજ - કચ્છ, 26 જુલાઇ, (હિ.સ.) કચ્છ નહી દેખા તો કુછ, નહી દેખા ઉક્તિ ખરેખર સાર્થક છે, કચ્છ અમારા માટે બીજા ઘર જેવી અનુભૂતિ સમાન હતું, અહીંના લોકો તથા જિલ્લા વહીવટી તંત્રે અમારા પરિવારના સભ્યોની જેમ અમારી દરકાર કરીને ખૂબ જ પ્રેમથી ત્રણ દિવસ અમારી કાળજી
સ્મૃતિવનની મુલાકાતે આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ


ભુજ - કચ્છ, 26 જુલાઇ, (હિ.સ.) કચ્છ નહી દેખા તો કુછ, નહી દેખા ઉક્તિ ખરેખર સાર્થક છે, કચ્છ અમારા માટે બીજા ઘર જેવી અનુભૂતિ સમાન હતું, અહીંના લોકો તથા જિલ્લા વહીવટી તંત્રે અમારા પરિવારના સભ્યોની જેમ અમારી દરકાર કરીને ખૂબ જ પ્રેમથી ત્રણ દિવસ અમારી કાળજી સાથે આતિથ્યભાવમાં અમને ભીંજવ્યા. આ શબ્દો છે હજારો કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના એક નાનકડા ગામથી કચ્છમાં ગ્રીન કમાન્ડોની તાલીમ માટે આવેલા નાના નાના ભૂલકાઓના.

કચ્છની સંસ્કૃતિથી પરિચિત થયા

આંધ્ર પ્રદેશના સત્ય સાંઈ જિલ્લાના પાલસમુદ્રમ ગામની ઝેડપી સરકારી હાઇસ્કુલના કુલ 27 બાળકો ભારતના નાણામંત્રીના આદેશથી કચ્છ આવ્યા હતા. આ બાળકોએ 3 દિવસ અહીં રહીને જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને કચ્છની વિરાસત તેમજ કચ્છની સંસ્કૃતિથી પરિચિત થયા હતા. ઉપરાંત ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે ઓછા સમયમાં, ઓછી જગ્યામાં ઝડપી મોટા થતા વૃક્ષોનું વાવેતર કઈ રીતે કરીને ગ્રીન બેલ્ટ વધારી શકાય તે હેતુથી તેમણે ભુજ ખાતેના ભૂજીયાની તળેટીમાં બનાવવામાં આવેલા મિયાવાકી વનની ખાસ મુલાકાત લીધી હતી. 40 વૃક્ષો મિયાવાકી પદ્ધતિ મુજબ વાવેતર કરીને પ્રેક્ટીકલ પણ કર્યું હતું.

મિયાવાકી પદ્ધતિથી કઈ રીતે વૃક્ષોનો ઉછેર થાય?

બાળકો સાથે આવેલા શિક્ષક સલીમ સૈયદ જણાવ્યું હતું કે, જૂન માસમાં અમારા જિલ્લામાં એક સંસ્થાના કાર્યક્રમમાં ભારતના નાણામંત્રી નિર્મલાજી સીતારામન આવ્યા હતા, ત્યાં તેમણે મીયાવાકી પદ્ધતિ મુજબ વૃક્ષારોપણ કર્યું હતું, આ સમયે આમંત્રિત અમારી શાળાના બાળકો સાથે નાણામંત્રીએ મિયાવાકી પદ્ધતિથી કઈ રીતે વૃક્ષોનો ઉછેર થાય છે એ અંગે સંવાદ કર્યો હતો, તે બાદ આ પદ્ધતિથી બાળકો અવગત થાય અને તેઓ આ પદ્ધતિ શીખી અને અહીં જિલ્લામાં આ દિશામાં કામ કરે એ માટે તેમણે ખાસ વિશ્વના સૌથી મોટા મિયાવાકી વન કચ્છ ખાતે તેમને આ અંગેની તાલીમ મળે એ માટે તેમણે ખાસ ગુજરાતનો પ્રવાસ ગોઠવવા જિલ્લા વહીવટી તંત્રને જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande