પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલતિરોગ વ્યવસ્થાપન અંગે લેવાના પગલાંઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ)અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગીષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી અને ટ્રાયકોર્ડમા હારજીયાનમ આધારીત 2.5 કિલો પાવડરને 2.5 કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપીને પિયત આપવું. સફેદ ફૂગના નયિંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહી. વધારે પડતી આંતરખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફુગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો.થડનો કોહવારો અને ડોડવાનો સડો (સ્ટેમ રોટ)ના નિયંત્રણ માટે જો ટ્રાયકોર્ડમા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ 30 દિવસે પંપમાં 50 ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ રેડી શકાય.
લીમડાનાં તાજા પાનનો અથવા લીંબોળીનાં અર્કના 1 ટકાનાં દ્રાવણનો 30, 50 અને 70 દિવસે છંટકાવ કરવાથી પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નયિંત્રણ કરી શકાય છે.મગફળીમાં અગ્રકાલકીનો સુકારો રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો.ઊભા પાકમાં મૂળનો સડો થતો અટકાવવા માટે જરૂર જણાયે પૂરતા પ્રમાણમાં પાણી આપવું.
મગફળીમાં આફલારોટના વ્યવસ્થાપન માટે ઉભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી.આફલારૂટ રોગના નિયંત્રણ માટે કાપણીની અવસ્થાએ જો ભેજની ઉણપ હોય તો છેલ્લા 20-25 દવિસ હળવું પયિત આપવું. મગફળીના ડોડવા અને દાણામાં 8 ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજ મુક્ત જગ્યાએ સંગ્રહ કરવો.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમકિ પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના ર્કાયક્ષેત્રને લગત કૃષિ યુનર્વિસીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણકિ જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ સંકલતિ જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વસ્તિારના ગ્રામસેવક ,વિસ્તરણ અધકિારી, ખેતી અધકારી, તાલુકા અમલીકરણ અધકિારી,જલ્લિા ખેતીવાડી અધકિારી, નાયબ ખેતી નયિામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંર્પક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya