ભુજ - કચ્છ, 26 જુલાઈ (હિ.સ.) રાપર મામલતદાર કચેરી મધ્યે તાલુકા સ્વાગત સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મનરેગાના કામોમાં કેટલી રકમ ચૂકવાઇ તેની વિગતો મગાઇ હતી. કિસાન સંઘે આ વિગતો માગી હતી. કુલ આઠ પ્રશ્ન રજૂ કરાયા હતા.
પ્રશ્નોના નિકાલ માટે સૂચના
તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલાના અધ્યક્ષ સ્થાને સ્વાગત સમિતિની બેઠકમાં નાયબ મામલતદાર બી.કે કોરાટ, પાણી પુરવઠા વિભાગ તાલુકા પંચાયત સહિતના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે લાગુ પડતા વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તાલુકા પંચાયતે કિસાન સંઘને આપી વિગતો
કિસાન સંઘ દ્વારા મનરેગા યોજના હેઠળ થયેલા કામો અને તેની ચુકવણી સંબંધિત કરવામાં આવી હતી જેમાં કેટલુ ચુકવણું કરવામાં આવ્યું તેની વિગતો માંગવામાં આવી હતી. આ પ્રશ્નનો નિકાલ તાલુકા પંચાયત દ્વારા જરૂરી વિગતો પૂરી પાડીને કરવામાં આવ્યો હતો. ભીલવાસ વિસ્તારમાં પીવાના પાણીની અછત અંગે પાણી પુરવઠા વિભાગની પીવાના પાણી ની સમસ્યા અંગે ફરિયાદ કરવામાં આવી હતી.
કર્મચારીઓની મનમાની સહિતના મુદ્દા રજૂ થયા
આ ઉપરાંત, જમીન માપણી, ગટરના પાણીના નિકાલ, વારસાઈ હક દાખલ કરવા તથા પંચાયત કચેરી મા તલાટીઓ દ્વારા ઘરની ધોરાજી સમાન વહિવટ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મહત્વના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તમામ પ્રશ્નો અંગે મામલતદાર એચ.બી.વાઘેલા એ જે તે લાગતા વળગતા ભવિભાગોને કર્મચારીઓની મનમાની અને પડતર પ્રશ્નો અંગે તાકિદે નિકાલ કરવા માટે આદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA