જામનગરમાં ટાઉનહોલ પાસે આવેલું સર્કલનું રિલાયન્સ દ્વારા વનતારા થીમ પર નવનિર્માણ કરાશે
જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : જામનગરની મઘ્યમાં આવેલ ટાઉનહોલની સામેના સર્કલમાં જે ફુંવારો હતો તે હવે નિકળી જવાનો છે, છેલ્લા કેટલાય સમયથી આ સર્કલ ઉપર કોર્પોરેશન ઘ્યાન દેતું ન હતું, આખરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ સર્કલને વનતારા થીમ ઉપર રિનોવેટ કરીને નવ
ટાઉનહોલ સર્કલ


જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : જામનગરની મઘ્યમાં આવેલ ટાઉનહોલની સામેના સર્કલમાં જે ફુંવારો હતો તે હવે નિકળી જવાનો છે, છેલ્લા કેટલાય સમયથી આ સર્કલ ઉપર કોર્પોરેશન ઘ્યાન દેતું ન હતું, આખરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ સર્કલને વનતારા થીમ ઉપર રિનોવેટ કરીને નવું બનાવવામાં આવશે અને તેમાં લોકોને ગમે તેવી આકર્ષક સુવિધા પણ રાખવામાં આવશે. ખાસ કરીને સિંહ અને અન્ય વન્યજીવોના સ્કલ્ચર મુકીને આ સમગ્ર સર્કલને લાખો રૂપિયાના ખર્ચે ભવ્ય બનાવવામાં આવશે અને આજથી જ સર્કલનું કામ ચાલું થઇ ગયું છે અને લગભગ છ મહીનામાં કોર્પોરેશન સાથે રિલાયન્સ લાયઝનીંગ રાખીને આ સર્કલ લોકોને ગમી જાય તેવું બનાવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર જિલ્લામાં આવી ત્યારથી ગામડાઓમાં અને અન્ય કેટલીક જગ્યાએ લોકોને વિવિધ સુવિધા આપવામાં મોખરે રહ્યું છે અને લોકોને ગમે તે પ્રમાણે પીરસવું તે હંમેશા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગવી પ્રતિભા છે, થોડા સમય પહેલા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી સમક્ષ ટાઉનહોલ સર્કલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરે તે માટેની પ્રપોઝલ મુકવામાં આવી હતી, જો કે પ્રથમ દિવસથી જ આ પ્રપોઝલને મંજુરી આપી દેવામાં આવી હતી, સીટી ઇજનેર ભાવેશ જાની અને રાજીવ જાનીને સાથે રાખીને સર્કલને કેવી રીતે ડેવલપ કરવું તે અંગે ચર્ચા-વિચારણા કરી હતી, રિલાયન્સે વનતારા થીમ ઉપર સર્કલ બનાવવા વાત કરી હતી અને આ પ્રપોઝલને મંજુરી અપાઇ છે.

જાણવા મળતી માહિતી મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટાઉનહોલ સર્કલનું આજથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, થોડા દિવસ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ જામનગર આવ્યા હતાં અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે રહીને આ સર્કલને ડેવલપ કરવા માટે સ્થળ પર નિરીક્ષણ કર્યુ, જો કે ટ્રાફિક સમસ્યા વધારે રહેતી હોય આ સર્કલ થોડુ નાનુ બને તો લોકોને ઓછી અગવડ પડે.

આ નવા સર્કલમાં લેન્ડ સ્પેકીંગ ઉપરાંત બંને બાજુ આકર્ષક રસ્તો, ડેકોરેટીવ લાઇટીંગ, સિકયુરીટી વ્યવસ્થા, સર્કલ બ્યુટીફીકેશન અને ફુંવારો કાઢીને તેની જગ્યાએ સિંહ તેમજ અન્ય વનજીવોના આકર્ષક સ્કલ્ચર મુકવા માટેની મંજુરી પણ કોર્પોરેશને આપી દીધી છે, જો કે આ તમામ કામનો ખર્ચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભોગવશે, જે રીતે નકશો અને પ્લાન કોર્પોરેશનમાં આપવામાં આવ્યો છે તે પ્રમાણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે લાઇઝનીંગ કરીને આ કામગીરી જેમ બને તેમ ઝડપથી એટલે કે લગભગ છ મહીનામાં પુરી કરી દેવામાં આવશે તેમ સુત્રોનું કહેવું છે.

એક તરફ ટાઉનહોલ રિનોવેટ થઇ ગયો છે અને બીજી તરફ મઘ્યમાં આવેલ સર્કલને પણ હવે વનતારા થીમ ઉપર રિનોવેટ કરવાની કામગીરી હાથ ઉપર લઇ લેવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં જામનગર માટે આ સર્કલ ખાસ નવલું નજરાણું બની જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande