મોડાસા, 26 જુલાઈ (હિ.સ.)
અરવલ્લી જિલ્લામાં આવેલ આર્ટ્સ કોલેજ, શામળાજી મુકામે વિમેન્સ સેલ દ્વારા સ્ત્રીસશક્તિકરણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ કાર્યક્રમમાં વક્તા તરીકે કૃષણ ઓ.એમ આર્ટસ કોલેજ મોડાસાના ડૉ મંજુલાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરસ્વતી દેવીની પ્રાર્થનાથી શરૂઆત કરી, મનુસ્મૃતિના શ્લોકનું સ્મરણ કરી કહ્યું કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. નારી તું નારાયણી, નારદમુનિ પણ તું, એટલા માટે જ કહેવાય છે કે નારી તારા નવલા રૂપ નારીના તો કેટલાય રૂપ દીકરી, વહુ, ભાભી,બેન વગેરે છે. નારી એટલે કે સ્નેહ અને કરુણાનો સાગર એમની શક્તિનો એહસાસ કરાવતી એવી સીતા, મૈત્રીયી, ગાર્ગી, સતી અનસુયા,રાણી લક્ષ્મીબાઈ, સતી સાવિત્રી, કરમાબાઈ, મુક્તાબાઇ વગેરે નારી શક્તિના શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. ટાંકી અવકાશની જે ઉડાન કરે એવી કલ્પના ચાવલા, કિરણ બેદી, મેરી કોમ, અરુણિમાસિંહા.પી.વી. સિંધુ, સુનિતા વિલિયમ વગેરે પણ જગતને સફર, સફળ કરી બતાવી પોતાની શક્તિનો અહેસાસ કરાવતી મહિલાની એક શક્તિસ્વરૂપનું દ્રષ્ટાંત છે એ સઘળી વાત વણી લીધી હતી. સદર કાર્યક્રમનું સફળ આયોજન ડૉ વર્ષા પટેલે કર્યું હતું. જ્યારે સભાસંચાલન ડૉ. જાગૃતિ પટેલે કર્યું હતું.
કાર્યક્રમના અંતે ડૉ. કલ્પના પટેલે આભાર વિધિ કરી હતી. વિદ્યાર્થીઓના સહયોગથી યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ સફળ રીતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ