રોંગ સાઇડમાં આવેલી પિકઅપની ટક્કરથી કારીગરનું અકસ્માતમાં મોત
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના ધણોધરડા ગામના બસ સ્ટેન્ડથી ઝિલીયા ગામ તરફ જવાના રસ્તે, હિન્દુસ્તાન પેટ્રોલપંપ નજીક ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. રાત્રે આશરે સવા નવેક વાગ્યે, રોડ સાઈડ પર ઊભેલા બાઈકને રોંગ સાઈડમાં આવેલી
રોંગ સાઇડમાં આવેલી પિકઅપની ટક્કરથી કારીગરનું અકસ્માતમાં મોત


પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના ધણોધરડા ગામના બસ સ્ટેન્ડથી ઝિલીયા ગામ તરફ જવાના રસ્તે, હિન્દુસ્તાન પેટ્રોલપંપ નજીક ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. રાત્રે આશરે સવા નવેક વાગ્યે, રોડ સાઈડ પર ઊભેલા બાઈકને રોંગ સાઈડમાં આવેલી પિકઅપ ડાલાએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ગજારામભાઈ રામારામ ગણારામ ગરાસીયા (ઉંમર ૩૪) નું ઘટના સ્થળે જ દુર્ભાગ્યવશ મોત થયું હતું.

ગજારામભાઈ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના કુરણ ગામના વતની હતાં અને હાલ ચાણસ્માના સરસાવ ગામે આવેલા રામજી મંદિરે પથ્થર ઘડવાનું કામ કરતા હતા. આ મંદિરમાં પાટણના હિરેનભાઈ દશરથભાઈ સોમપુરાની સાથે કામ કરતા ત્રણે રાજસ્થાની કારીગરો – અશોકભાઈ ગજારામ, રૂપારામ મોતીરામ અને ગજારામભાઈ – બાઇક લઈને ચાણસ્મા લોટ લેવા ગયા હતા. દુકાન બંધ મળતાં તેઓ પાછા ફર્યા હતા.

જ્યારે તેઓ ધણોધરડા-ઝિલીયા રોડ પર પેટ્રોલપંપ નજીક પહોંચ્યા ત્યારે ત્રણે જણા પેશાબ માટે બાઈક ઉભી રાખીને નીચે ઉતર્યા હતા. રૂપારામ અને અશોકભાઈ પેશાબ કરવા ગયા હતા, જ્યારે ગજારામભાઈ બાઈક પાસે ઊભા હતા. એ દરમિયાન મહેસાણા તરફથી રોંગ સાઈડમાં આવી રહેલી પિકઅપ ડાલાએ ગજારામભાઈને ઊંચકી મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને માથામાં હેમરેજથી તેમનું મોત નિપજ્યું.

આ ઘટના જાણતાં મૃતકના ભાઇ બાબુલાલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande