લગ્નનો ઇનકાર કરતાં યુવકે પોતાને ઇજા પહોંચાડી, યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા, 26 જુલાઈ (હિ.સ.)-વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે લગ્નના ઇનકાર બાદ યુવતીને બ્લેકમેઇલ કરતો અને આત્મહત્યાની ધમકી આપતો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ તેની પર શારીરિક અને માનસિક દબાણ વધતા પોલીસે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જણ
લગ્નનો ઇનકાર કરતાં યુવકે પોતાને ઇજા પહોંચાડી, યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી


વડોદરા, 26 જુલાઈ (હિ.સ.)-વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે લગ્નના ઇનકાર બાદ યુવતીને બ્લેકમેઇલ કરતો અને આત્મહત્યાની ધમકી આપતો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ તેની પર શારીરિક અને માનસિક દબાણ વધતા પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ જણાવ્યું હતું કે, તેના અને યુવક કુમાર સોલંકી (રહે. વારસિયા) વચ્ચે અગાઉ મિત્રતા હતી, જે પછી સંબંધ પ્રેમમાં ફેરવાયો અને બંનેએ લગ્ન કરવાની યોજના પણ બનાવી હતી. જોકે, સમય જતાં યુવકની અસ્થિર વર્તનને લીધે યુવતીએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો.

લગ્નનો ઇનકાર કર્યા બાદ યુવક સતત પીછો કરતો, ઓફિસે ધમાલ મચાવતો અને યુવતી પર દબાણ કરીને લગ્ન માટે બળજબરી કરતો રહ્યો હતો. તેણે યુવતીને પોતાની સાથે જીવવા માટે મજબૂર કરવા આત્મહત્યાની તેમજ જીવમારવાની ધમકી પણ આપી હતી.

પાંચ દિવસ પહેલા યુવકે ચપ્પુ વડે પોતાના હાથ અને ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ઘટનાના પગલે યુવતીએ માનવતા દાખવી યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર પછી છોડાઇ ગયેલા યુવકે ફરીથી યુવતીના ઘરના નજીક આવી તોફાન મચાવ્યું, જેના કારણે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સયાજીગંજ પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથ ધરતાં કુમાર સોલંકીને સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande