નખત્રાણાના રસલિયાથી ઉખેડા વચ્ચે વાયરચોરી કરનારી ગેંગ જબ્બે, છ પકડાયા
ભુજ – કચ્છ, 26 જુલાઇ, (હિ.સ.) નખત્રાણાના રસલિયાથી ઉખેડા વચ્ચે શંકાસ્પદ વાયરોના ગૂંચડાં ભરેલી બોલેરો સાથે છ શખ્સને એલસીબીએ ઝડપી લેતાં નખત્રાણા અને નલિયા પોલીસના બે વાયરચોરીના ભેદ ઉકેલાયા છે. આ કામના અન્ય છ આરોપીનાંય નામ ખૂલતાં તેઓને ઝડપવા પોલીસે ચક્રો
ચોરી કરતી ગેંગના સભ્યો પકડાયા


ભુજ – કચ્છ, 26 જુલાઇ, (હિ.સ.) નખત્રાણાના રસલિયાથી ઉખેડા વચ્ચે શંકાસ્પદ વાયરોના ગૂંચડાં ભરેલી બોલેરો સાથે છ શખ્સને એલસીબીએ ઝડપી લેતાં નખત્રાણા અને નલિયા પોલીસના બે વાયરચોરીના ભેદ ઉકેલાયા છે. આ કામના અન્ય છ આરોપીનાંય નામ ખૂલતાં તેઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

વાયરના ગૂંચડાં તથા કોપરની પ્લેટો મળ્યા

એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે સફેદ બોલેરો ગાડી નં. જીજે-12-બીઝેડ-0495ને રસલિયાથી ઉખેડા આવતા માર્ગે ઝડપી હતી. ગાડી તપાસતાં તેમાં અનવરશા જુમલશા સૈયદ (ભુજોડી), સમીર ઇશાક જાગોરા (કોટડા-જ.), ઇમામહુસેન ઇમામભ્રશ મુતવા (કોટડા-જ.), લુકમાન મામદ મંધરા (હરોડા, તા. લખપત), ધવલ વિજયભાઇ ચૌહાણ (ભુજ), કાસમ ઉર્ફે કારો જુસબ કુંભાર (નવી સુંદરપુરી-ગાંધીધામ)ને ગાડીમાં કોપરના વાયરના ગૂંચડાં તથા કોપરની પ્લેટો સાથે ઝડપી પ્રયુક્તિથી પૂછપરછ શરૂ કરી હતી.

પૂછપરછમાં ચોરીની કરાઇ કબૂલાત

ચાર ઇસમે જણાવ્યું કે, 20 દિવસ અગાઉ ખાનાય (તા. અબડાસા)ની સીમમાં બંધ પવનચક્કીમાંથી તથા એક મહિના અગાઉ રસલિયા સીમની બંધ પવનચક્કીમાંથી તેઓ ચાર ઉપરાંત તેમની સાથે અબ્બાસ, રફીક મામદ લાખા (રહે. બંને ભુજ), સોકત લતીફ મંધરા (રહે. હરોડા, તા. લખપત), ઇકબાલ હિંગોરજા, સમીર હિંગોરજા (રહે. બંને રસલિયા) અને રેમતુલા સાટી (રતડિયા, તા. નખત્રાણા) એમ 10 જણે સાથે મળી વાયર અને પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

પાંચ લાખનો મુદ્દામાલ પકડાયો

આ ચોરી અંગે નખત્રાણા અને નલિયા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આમ, એલસીબીએ છ આરોપીને કોપર વાયર અને પ્લેટો વજન આશરે 120 કિ.ગ્રા. કિં.રૂા. 60,000 અને બોલેરો ગાડી કિં.રૂા. પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી અર્થે નખત્રાણા પોલીસને સોંપવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande