ભાવનગર 27 જુલાઈ (હિ.સ.) દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પૂરી પાડવા સંબંધિત કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો (Cancelled Trains)
ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૭.૦૮.૨૦૨૫ ના રોજ રદ રહેશે.
ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૯.૦૮.૨૦૨૫ ના રોજ રદ રહેશે.
ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ