રંગપુર-પીપળવા ગાંગેથા રોડના પેચવર્કની કામગીરી કરાઈ
ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી શરૂ રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓના સમારકારની કામગી
રંગપુર-પીપળવા ગાંગેથા રોડના


ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી શરૂ રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓના સમારકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રંગપુર-પીપળવા ગાંગેથા રોડના પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ સ્થળો પર રસ્તા પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લીધે નાગરિકોને વાહનવ્યવહારમાં કોઈ અગવડતા ન રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande