પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ: રસ્તાઓ પર પાણી, ખેડૂતો ચિંતિત
પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સિદ્ધપુરમાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે પાટણમાં 3 ઇંચ અને સરસ્વતી તાલુ
પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ: રસ્તાઓ પર પાણી, ખેડૂતો ચિંતિત


પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ: રસ્તાઓ પર પાણી, ખેડૂતો ચિંતિત


પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સિદ્ધપુરમાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે પાટણમાં 3 ઇંચ અને સરસ્વતી તાલુકામાં આશરે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.

સિદ્ધપુરના કાકોશી, કાલેડા, ધનાવાડા, પચકવાડા, દશાવાડા, કલ્યાણા અને કુંવારા ગામો તથા સરસ્વતીના વદાણી, જાખા, વાસણી, લાખડપ, વાગદોડ અને કાનોસણ ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. કાકોશી અને કાલેડામાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ વરસાદ ફરીથી થતાં ખેડૂતો ઊભી મોલાતને લઈને ચિંતિત બન્યા છે.

પાટણ શહેરના આનંદ સરોવર, પારેવા સર્કલ અને ટેલીફોન એક્સચેન્જ રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પાલિકા તંત્રનો પ્રી-મોનસૂન પ્લાન સામાન્ય વરસાદમાં જ નિષ્ફળ ગયો છે. સિદ્ધપુરના રસુલ તળાવમાં પાણી ભરાતા આસપાસના રહેવાસીઓને તકલીફ થઇ છે અને ઘરમથકના સામાનને નુકસાન થયું છે.

છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં સાંતલપુરમાં 30 મિમી, રાધનપુરમાં 27 મિમી, પાટણમાં 24 મિમી, હારીજમાં 6 મિમી, સમીમાં 7 મિમી, ચાણસ્મામાં 14 મિમી, શંખેશ્વરમાં 12 મિમી અને સરસ્વતીમાં 20 મિમી વરસાદ પડ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande