કચ્છના 150 નવનિયુક્ત નોટરીઓનું સન્માન: વકીલો પ્રત્યેનો ભરોસો કાયમ રહે તેવી અપીલ
ભુજ – કચ્છ, 27 જુલાઇ (હિ.સ.) વકીલનાં પ્રતિષ્ઠ પદની ગરિમા જાળવીને સમાજના ઉત્તરદાયિત્વ પ્રત્યે કાર્ય કરી અને રાષ્ટ્રને સર્વપ્રથમ અગ્રીમતા આપી કર્તવ્ય-ધર્મ સમજી કાર્ય કરીએ તથા લોકોને તેમના પરત્વે ભરોસો કાયમ રહે તેવો અનુરોધ કચ્છના નોટરી એડવોકેટનું સ્નેહમ
વકીલો દ્વારા સન્માન સમારોહ યોજાયો


ભુજ – કચ્છ, 27 જુલાઇ (હિ.સ.) વકીલનાં પ્રતિષ્ઠ પદની ગરિમા જાળવીને સમાજના ઉત્તરદાયિત્વ પ્રત્યે કાર્ય કરી અને રાષ્ટ્રને સર્વપ્રથમ અગ્રીમતા આપી કર્તવ્ય-ધર્મ સમજી કાર્ય કરીએ તથા લોકોને તેમના પરત્વે ભરોસો કાયમ રહે તેવો અનુરોધ કચ્છના નોટરી એડવોકેટનું સ્નેહમિલન સહ નવનિયુક્ત નોટરીઓનાં અભિવાદનના કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા થયો હતો. ભુજના 90 સહિત કચ્છના 150 નવનિયુક્ત નોટરીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોની હાજરીમાં યોજાયો સમારોહ

લીગલ સેલ ભાજપ કચ્છ અને કચ્છ એડવોકેટ પરિવાર દ્વારા ભુજના કે.ડી.સી.સી. બેન્કના હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મુખ્ય અતિથિ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ બાર એસો.ના પ્રમુખ અનિલભાઈ જોશી તથા વરિષ્ઠ ધારાશાત્રી, કન્વીનર રાજકોટ નાગરિક સહકારી બેન્ક-ભુજના દિલીપભાઈ ત્રિવેદી, સંયોજક લીગલ સેલના હેમસિંહભાઈ ચૌધરી, એ.જી.પી. સુરેશભાઈ મહેશ્વરી, માંડવીના વરિષ્ઠ ધારાશાત્રી હરીશભાઈ ગણાત્રા, નખત્રાણા બારના મહેશ હર્ષ અને નલિયા બારના ડી. એમ. હોથીના હસ્તે થયું હતું.

પ્રતિષ્ઠિત પદની ગરિમા જાળવવા સૂચન

આ પ્રસંગે દેવજીભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને ઉન્નતિના શિખરો પર લઈ જવા અર્થે થતાં કાર્યો વર્ણવ્યાં હતાં. સાંસદ વિનોદભાઈએ સમાજ અને રાષ્ટ્રનાં કાર્યમાં યોગદાન આપવા જણાવ્યું હતું. કેશુભાઈએ લોકોનો વકીલો પ્રત્યેનો ભરોસો કાયમ રહે અને વધે તેવું કામ કરવા કહ્યું હતું. પ્રસંગ પરિચય આપીને વરિષ્ઠ ધારાશાત્રી દિલીપભાઈએ વકીલના પ્રતિષ્ઠીત પદની ગરિમા જાળવવા જણાવી જૂના સંસ્મરણો યાદ કર્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande