ભાવનગર 27 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢ ગામે બુથ નંબર ૫૭ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ પરમારના નિવાસસ્થાને માનનીય પ્રધાનમંત્રીએ રવિવારે પ્રસારિત કરેલી “મન કી બાત” કાર્યક્રમની શ્રવણસભા યોજાઈ હતી.
આ અવસરે જિલ્લા ભાજપના પ્રમુખ માશ્રી દિગ્વિજયસિંહજી ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી કાર્યક્રમ વધુ ઊર્જાવાન બન્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાત માં રજૂ કરાયેલા વિચારો અને દેશની સામૂહિક પ્રગતિના સંદેશો સાંભળી ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં નવી ઉમંગની લાગણી વ્યાપી હતી.
કાર્યક્રમમાં સ્થાનિક બુથના કાર્યકર્તાઓ, યુવા મોરચાના સભ્યો, મહિલાઓ અને ગામના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. સૌને મન કી બાત સાંભળ્યા બાદ ચર્ચા દ્વારા પ્રેરણાત્મક મુદ્દાઓને વિસ્તૃત રીતે સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી.
આવાં કાર્યક્રમો ગામગામમાં રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્ક અને સંવાદના મજબૂત સાધન બની રહ્યા છે. પ્રધાનમંત્રીએ “મન કી બાત” મારફતે દેશના વિવિધ વિસ્તારોમાં લોકોને પ્રેરણા આપતાં સમાજહિતનાં પ્રશ્નો ઉપર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે સામૂહિક રીતે રાષ્ટ્રહિત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા પુનઃદોહરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સંકલન અનુકૂળ રીતે યોજાયું અને લોકસંપર્ક માટે ઉત્તમ માધ્યમ સાબિત થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai