ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) ભુજ-નખત્રાણા માર્ગ ઉપર ચાલુ કારે સ્ટન્ટ કરતાં યુવક સામે, પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ અંગે સ્ટન્ટ અને યુવકે કરેલા કારસ્તાનનો વિડિઓ પણ જાહેર કર્યો છે.
જાહેરમાં ખતરનાક રીતે વાહન ચલાવતા ગુનો
કાર નંબર જી.જે. ૦૭-એઆર-૧૬૦૪ માંથી શરીર બહારકાઢી ખતરનાક સ્ટન્ટ કરતા, ભુજના મયુર અરવિંદ નાકરાણી સામે ટ્રાફિક નિયમ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા કલમ ૨૮૧ હેઠળ-જેજાહેર માર્ગ પર ખતરનાક રીતે વાહન ચલાવવું હોય તેવા ગુનાને આવરી લે છે તે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA