પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મહેસાણા-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું
ગાંધીનગર, 28 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (જીએમ) વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ મંડળના મહેસાણા-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સંરક્ષા, સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કામોનું ગહન નિરીક્ષણ કર્યું અને સ્ટેશન પર યાત્રી સુવ
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મહેસાણા-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું


પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મહેસાણા-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું


પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મહેસાણા-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું


ગાંધીનગર, 28 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (જીએમ) વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ મંડળના મહેસાણા-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સંરક્ષા, સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કામોનું ગહન નિરીક્ષણ કર્યું અને સ્ટેશન પર યાત્રી સુવિધાઓ સહિત મંડળ પર ચાલી રહેલા વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.

ગુપ્તાએ સાબરમતીમાં ઈન્ટીગ્રેટેડ કોચિંગ ડિપો (આઈસીડી) અને વંદે ભારત ટ્રેન સેટ મેઈન્ટેનન્સ ડેપોની વિશેષ રૂપે મુલાકાત લીધી હતી. આ ડેપોનું નિરીક્ષણ કરીને તેમણે જાળવણી અને સંચાલન સંબંધિત પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો પર ચાલી રહેલા પુનઃવિકાસ કામોનું પણ અવલોકન કર્યું હતું. આ મહત્વપૂર્ણ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરતાં, જનરલ મેનેજરે અધિકારીઓને તમામ રેલવે પરિયોજનાઓ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે દિશા-સૂચનો આપ્યા.

મહેસાણા સ્ટેશન પર જનરલ મેનેજરે રિલે રૂમ, માસ્ટર કેબિન, બુકિંગ કાઉન્ટર, ફુટ ઓવર બ્રિજ અને પ્લેટફોર્મ સહિત વિવિધ યાત્રી સુવિધાઓનું ઝીંણવટથી નિરીક્ષણ કર્યું. તેમણે યાત્રીઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર આપ્યો. અમદાવાદ સ્ટેશન પર મુખ્ય પરિયોજના મેનેજર (આરએલડીએ) સંજીવ કુમારે એક પ્રેઝેન્ટેશન મારફતે અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામની અદ્યતન પ્રગતિથી જનરલ મેનેજરને માહિતગાર કર્યા.

આ મહત્વપૂર્ણ નિરીક્ષણ દરમિયાન, જનરલ મેનેજરની સાથે મંડળ રેલવે મેનેજર સહિત અમદાવાદ મંડળના સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ નિરીક્ષણ પશ્ચિમ રેલવેના સંરક્ષા માપદંડોને જાળવી રાખવાની, યાત્રી સુવિધાઓને ઉત્તમ બનાવવાની અને ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓને ઝડપથી પૂર્ણ કરવાની કટિબદ્ધતાને દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande