મહાદેવના દર્શને આવતા યાત્રીઓની સુવિધામાં, ઉમેરો કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા ગોલ્ફકાર્ટનું લોકાર્પણ
સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ શ્રી સોમનાથ મહાદેવના આંગણે ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે, શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીઓની સુવિધામાં વધુ એક ઉમેરો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્ર
યાત્રીઓની સુવિધામાં ઉમેરો


સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ શ્રી સોમનાથ મહાદેવના આંગણે ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે, શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીઓની સુવિધામાં વધુ એક ઉમેરો થયો છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દર્શનાર્થીઓની સુવિધામાં ઉમેરો થાય એ માટે ગોલ્ફાર્ટ આપવામાં આવી હતી. આ ગોલ્ફાર્ટનું કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા ગોલ્ફ કાર્ટને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ગોલ્ફકાર્ટમાં ડ્રાઈવરની સુવિધા ઈન્ડીયન રેયોન દ્વારા પૂરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, પવિત્ર શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં સીનિયર સિટીઝનો પણ સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. આ ગોલ્ફકાર્ટના માધ્યમથી શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા, દિવ્યાંગો અને સીનિયર સિટીઝનોની સુવિધામાં ઉમેરો થયો છે.

આ લોકાર્પણ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અંબુજા ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર સંજય વશિષ્ઠ, ઈન્ડીયન રેયોન વાઈસ પ્રેસિડેન્ટ ક્રિષ્ના ગનેરીવાલ, લાઈઝનિંગ હેડ લક્ષેસ ગૌસ્વામી સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande