મહેસાણા જિલ્લામાં 58 નવા શિક્ષણ સહાયકની નિમણૂક
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના અનુદાનિત મધ્યમિક શાળાઓમાં રાજ્યકક્ષાએથી મળેલી ફાળવણી અનુસાર 66માંથી 58 શિક્ષણ સહાયકોએ હાજરી આપી છે અને તત્કાલ શૈક્ષણિક કામગીરીમાં જોડાઈ ગયા છે. કુલ 40 જેટલી શાળાઓમાં આ નિમણૂક કરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી બ
મહેસાણા જિલ્લામાં 58 નવા શિક્ષણ સહાયકની નિમણૂક


મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના અનુદાનિત મધ્યમિક શાળાઓમાં રાજ્યકક્ષાએથી મળેલી ફાળવણી અનુસાર 66માંથી 58 શિક્ષણ સહાયકોએ હાજરી આપી છે અને તત્કાલ શૈક્ષણિક કામગીરીમાં જોડાઈ ગયા છે. કુલ 40 જેટલી શાળાઓમાં આ નિમણૂક કરાઈ છે.

જિલ્લા શિક્ષણ અધિકારી બી.પી. પટેલની ઉપસ્થિતિમાં નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષક સંઘના પ્રમુખ અને સંચાલક મંડળના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ શિક્ષકોને કળજીપૂર્વક અને સમર્પિત ભાવનાથી શિક્ષણ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે એવાં માર્ગદર્શન આપવામાં આવ્યા

હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande