જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં રાજપૂત યુવા સંઘ દ્રારા આજરોજ જામનગરના 486ના સ્થાપના દિવસ નિમિત્તે ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. જામનગરના 486 સ્થાપન દિન નિમિતે ખાંભલી પૂજન માટે રાજપૂત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો જોડાયા હતા.
દરબારગઢ, આશાપુરા મંદિરે એકત્ર થયા બાદ રાજપૂત ભાઇઓ સાફો,પાઘડી પરિધાન કરેલ હતું. નાના આશાપુરા મંદિર દરબારગઢથી ઢોલનગારા સાથે દિલાવર સાયકલ સ્ટોરમાં સુધી પહોંચ્યા હતા અને જામનગર સ્થાપનાની ખાંભલી પૂજન કરી અને જામ રાવળજી, જામ રણજીતસિંહજી, જામ દિગ્વિજયસિંહજી, જનરલ રાજેન્દ્રસિંહજી અને મહારાણા પ્રતાપ ની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજપુત યુવા સંઘના પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, ગીતાબા જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય લગધીરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, નિવૃત આર્મી અધિકારી ભરતસિંહ જાડેજા તથા અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT