વરાછામાં તારા પિતાનો મિત્ર છું કહી 50 વર્ષના આધેડે 17 વર્ષની કિશોરી સાથે શારીરિક અડપલાં કર્યા
સુરત, 30 જુલાઈ (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી ટ્યુશન ક્લાસીસ પર જતી હતી ત્યારે અવારનવાર એક આધેડ ઈસમે તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ એકવાર સોસાયટીમાં કોઈ રૂમ ખાલી છે કે નહીં તેવું પૂછવાને બહાને તે
rape


સુરત, 30 જુલાઈ (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી ટ્યુશન ક્લાસીસ પર જતી હતી ત્યારે અવારનવાર એક આધેડ ઈસમે તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ એકવાર સોસાયટીમાં કોઈ રૂમ ખાલી છે કે નહીં તેવું પૂછવાને બહાને તેની પાસે આવી શારીરિક અડપલાં કરી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ સઘળી હકીકત તેના માતા પિતાને જણાવતા તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે આધેડ વ્યક્તિને ઝડપી પાડી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે. કિશોરી સ્કૂલમાં અભ્યાસ માટે જતી હતી ત્યારે 50 વર્ષના એક આધેડે સોસાયટીની બહાર રોડ ઉપર ઉભા રહી સોસાયટીમાં કોઈ રૂમ ખાલી છે કે નહીં તેવું પૂછ્યું હતું અને પોતાની ઓળખ તેના પપ્પાના મિત્ર તરીકે આપી હતી. જેથી આખરે કિશોરીએ હું તમને નથી ઓળખતી તેમ જણાવતા છતાં પણ આધેડ વ્યક્તિએ તેને એક ચિઠ્ઠી આપી હતી અને કિશોરીને શારીરિક અડપલા કરી મને ફોન કરજે નહિતર તને ચપ્પુ મારી દઈશ તેવી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. જેથી કિશોરી ગભરાઈ ગઈ હતી અને ઘરે પરત આવી ગઈ હતી. ત્યારબાદ કિશોરીએ સઘળી હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. જેથી તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વરાછા પોલીસે કિશોરીના પરિવારજનોની ફરિયાદને આધારે આધેડ સામે છેડતીનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ ના આધારે આખરે આધેડને ઝડપી પાડ્યો છે. હાલ તો પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande