પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના છાયા સદામ સોસાયટીમાં બે લોકો મારામારી થઈ હતી. પોલીસે બન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છાયા સદામ સોસાયટીમાં રહેતા મકસુદભાઈ નઝીરભાઈ જોખીયાને થોડા દિવસો પૂર્વે ભરત ઉર્ફે ભદો કારાવદરા સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હોય જેના મનદુઃખને લઈ મકસુદભાઈના ઘર પાસે આવી ભરતે મકસુદભાઈના માતાને ધકકો મારી પછાડી દઈ મકસુદભાઈ પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી સામે પક્ષે ભરત ઉર્ફ ભદાએ પણ મકસુદભાઈ સામે એવી ફરીયાદન નોંધાવી છે કે જુના મનદુઃખને લઈ ભુંડી ગાળો આપી તેમની પાસે રહેલી છરી મકસુદભાઈ ઝુટવાનો પ્રયાસ કરતા બન્ને હાથમા ઈજા પહોંચાડી હતી. કમલાબાગ પોલીસે બન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya