પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકના મુદા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ એન.જી.ઓ સંસ્થાઓને સાથે રાખી વિવિધ જનજાગૃતિનાં કાર્યક્રમો તેમજ ડી-એડીકશન સેન્ટરની કામગીરી જેવા પ્રયાસો હાથ ધરી વ્યસનમાંથી મુક્ત થયેલા લોકોને સામેલ કરી તેમના અનુભવને સમાજ સમક્ષ રજુ કરાવવા તેમજ વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈ બિનસરકારી સભ્યો પાસેથી અભિપ્રાય મેળવી આગળ કેવી રીતે નશાબંધી પ્રસાર-પ્રચાર દ્વારા જનજાગૃતી કાર્યક્રમો કરવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી પોલીસ અધિક્ષકે બિનસરકારી સભ્યોના જે તે વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ, ગાંજો તથા ચરસ જેવા માદક પદાર્થોનો ગેર-કાયદેસર ઉપયોગ કે વેચાણ થતુ હોય તો જાણ કરવી જેથી તે બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક, નશાબંધી અને આબકારી અધિક્ષક તેમજ પોરબંદર જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના બિનસરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya