વેપારી સાથે કૂરીયર સર્વિસના બહાને રૂપિયા 1.60 લાખની છેતરપિંડી
સુરત, 30 જુલાઈ (હિ.સ.)- યોગીચોક, સાવલીયા સર્કલ, મેરીટોન પ્લાઝામાં ઓફિસ રાખી શર્ટના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા ૨૪ વર્ષીય વેપારી સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યો છે. વેપારીએ તેના ધંધા માટે ઓનલાઈન સર્ચ કરી એસ્કોર્ટ સર્વિસ નામની કૂરીયર કંપનીનો કોન્ટે
fraud


સુરત, 30 જુલાઈ (હિ.સ.)- યોગીચોક, સાવલીયા સર્કલ, મેરીટોન પ્લાઝામાં ઓફિસ રાખી શર્ટના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા ૨૪ વર્ષીય વેપારી સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યો છે. વેપારીએ તેના ધંધા માટે ઓનલાઈન સર્ચ કરી એસ્કોર્ટ સર્વિસ નામની કૂરીયર કંપનીનો કોન્ટેક્ટ નંબર મેળવી કોલ કરી કૂરીયર સર્વિસ માટે વાત કરી હતી. અને સામેવાળા અજાણ્યા વ્યકિત ઉપર વિશ્વાસ રાખી તેમના કહેવા મુજબ લોગિન ચાર્જ, જી.એસ.ટી ચાર્જ અને સિક્યુરીટી ફી પેટે

તબક્કાવાર રીતે ૧.૬૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વેપારીને સર્વિસ નહી મળતા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવી હતી.

મૂળ ભાવનગરના પાલીતાણાના મેઢાતા ગામના વતની ૨૪ વર્ષીય જય ભરતભાઈ લાઠીયા શર્ટના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. અને યોગીચોક સાવલીયા સર્કલ મેરીટોન પ્લાઝામાં ઓફિસ ઘરાવે છે. જય લાઠીયા ગત તા ૧૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ પોતાની ઓફિસમાં હતા તે વખતે પોતાના ધંધા માટે કૂરીયર સર્વિસ કંપની માટે ઓનલાઈન સર્ચ કરતા એસ્કોર્ટ સવિર્સ નામની કૂરીયર કંપનીનો મોબાઈલ નંબર મળ્યો હતો. જે મોબાઈલ નંબર ઉપર જય લાઠીયાએ કોલ કરી કુરીયર સર્વિસ અંગે વાતચીત કરી હતી. અજાણ્યા વ્યકિતની વાતોમાં વિશ્વાસ મૂકી જય લાઠીયાએ તેની કૂરીયર કંપની સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. ભેજાબાજે એસ્કોર્ટ કૂરીયર કંપનીની આડમાં તેમની પાસેથી લોગિન ચાર્જ, જી.એસ.ટી. ચાર્જ અને સિક્યુરીટી પેટે ફી મળી ટુકડે ટુકડે કરી કુલ રૂપીયા ૧,૬૦,૪૦૪ ઓનલાઈન પડાવ્યા હતા. આટલા રૂપિયા લીધા બાજ પણ ભેજાબાજે કોઈ સવિર્સ નહી આપતા જય લાઠીયાએ તેમના ભરેલા પૈસા પરત માંગતા વધુ પૈસાની માંગણી કરી હતી. આખરે જય લાઠીયાને તેઓ અનલાઈન સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ બન્યા હોવાનો ખ્યાલ આવતા ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande