અંબાજી, 30 જુલાઈ (હિ.સ.) : શક્તિપીઠ અંબાજી ધામમાં આગામી થોડા દિવસોમાં
ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે, ત્યારે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇ મોટા
પગલાં લેવાતાજ હોય છે, પણ હવે જેમ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ટુરિસ્ટ પ્લેસ ઉપર આવતા
યાત્રિકોની સલામતીને
લઇ એક અલાયદી સેફ ટુરિઝમ કન્વર્સેશન કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ શક્તિપીઠ અંબાજી યાત્રાધામની
સાથે એક મોટું પ્રવાસન ધામ પણ છે. અને અંબાજી આવતા રોજિંદા હજારોની
સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇ તેમને વિશેષ તકેદારી માટે દાંતા
ડિવિઝનના આઇ.પી.એસ સુમનનાલા એ એસ પી એ તેમજ મંદિર
ટ્રસ્ટના અધિક કલેકટર કૌશિક મોદી સાથે તાલુકાના ઉચ્ચ અધિકારી.અને સરપંચને સ્થાનિક લોકો સાથે
એક મિટિંગ આયોજિત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બી પી એન્ડ ડીના
ગાઇડ લાઇન્સ હેઠળ પ્રવાસીઓની સુરક્ષા સાથે સલામતી માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
છે. જેના માટે ખાસ ટુરિસ્ટ પોલીસની
રચના કરવામાં આવશે.
જેમાં પ્રવાસીઓની સુરક્ષાની ખાસ ચિંતા કરવામાં
આવશે. અંબાજી ખાતે યોજાયેલી આ બેઠકમાં
મહત્વના ત્રણ મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા. જેમાં ન ડેડીકેટેડ એપ બનાવવામાં આવશે. જેમાં અંબાજી આવતા શ્રદ્ધાળુઓને
તાપમાનથી લઈને રોકાવવા સુધીની માહિતી મળી રહેશે, જયારે બીજા મુદ્દામાં સુરક્ષાકર્મીઓ
દ્વારા યાત્રિકોને સીપીઆર થી લઇ આરોગ્ય લક્ષી તેમજ સ્થાનિક જોગ્રોફીનો સમાવેશ
કરવામાં આવશે. અને ત્રીજા મુદ્દામાં સ્થાનિક લોકો
દ્વારા સ્થાનિક લોકોમાં ટુરિસ્ટ વોલિન્ટર્સ ની પસંદગી કરવામાં આવશે. જે અવારનવાર અંબાજીમાં ભીડભાડ
હોય ત્યારે પ્રવાસીઓને ઉપયોગી બની રહેશેઅંબાજી મંદિર ટ્રસ્ટ ના હોલ માં
યોજાયેલી આ બેઠકમાં અંબાજીના સરપંચ સહીત અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા માટે ટુરિસ્ટ પોલીસની રચના કરવામાં
આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ