જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતની આગામી ફેબ્રુઆરી 2026માં આવી રહેલી ચૂંટણી પુર્વે રાજ્યના વિકાસ કમિશનરે પંચાયત ધારા મુજબ અસામાન્ય ગેઝેટ પ્રસિધ્ધ કરીને તમામ પંચાયતોની એસસી/એસટી, ઓબીસી અને જનરલ બેઠકોની અનામત ફાળવણીની વ્યવસ્થા જાહેર કરી છે. જ્યારે પ્રમુખ અને ચેરમેનના હોદ્દાઓના અનામતના રોટેશન ચૂંટણી અગાઉ જાહેર થશે. જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ખૂંચવીને 2022માં ભાજપાએ સત્તા મેળવી હતી. આ જ રીતે તમામ તાલુકા પંચાયતોમાં પણ ભાજપાને સત્તા મળી છે. આગામી ચુંટણી યોજાય તે પહેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમો પણ યોજવામાં આવશેત્યારે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકોમાં અનામતની ફાળવણી કરી છે.
આ 24 બેઠકો પૈકી અનુસૂચિત જાતિના બે પુરુષ અને એક મહિલા સભ્ય, આદિજાતિ એસટી એક પુરુષ સભ્ય, એક મહિલા સભ્ય માટે અનામત, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના 3 પુરુષ અને 3 સ્ત્રી સભ્યો માટે અને જનરલ કેટેગરીમા 7 પુરુષો અને 8 મહિલા સભ્યો માટે અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે. હવે ચૂંટણી અગાઉ કઈ બેઠક કયા અનામત તરીકે રહેશે તેની વિગતો જાહેર થશે. જામનગર તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી અનુ.જાતિની બેઠકોમાંથી બે મહિલાઓ માટે, અનુ.આદીજાતિની 1 પુરુષ સભ્ય માટે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના 3 મહિલા અને 4 પુરુષ સભ્યો માટે તેમજ જનરલ કેટેગરીના 8 મહિલા અને 7 પુરુષ સભ્યો માટે 15 બેઠકો રખાઈ છે. જ્યારે લાલપુર તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી અનુ.જાતિના મહિલા-પુરુષ સભ્યો માટે 1-1, અનુ.આદીજાતિના મહિલા સભ્ય માટે 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના 3 પુરુષ અને બે મહિલા મળીને પાંચ તથા જનરલ કેટેગરીની 10માંથી પાંચ મહિલા સભ્યો માટેની અનામત બેઠકો રખાઈ છે.
જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી અનુ.જાતિના મહિલા-પુરુષ સભ્યો માટે 1-1, અનુ.આદીજાતિ પુરુષ સભ્ય માટે 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના 3 મહિલા ર પુરુષ સભ્યો માટે પાંચ અને જનરલ કેટેગરીની 10 બેઠકોમાં પાંચ બેઠકો મહિલા અનામત રખાઈ છે. જોડીયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી અનુ.જાતિના મહિલા સભ્ય 1, અનુ.આદિજાતિના પુરાષ સભ્ય માટે 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના બે મહિલા અને બે પુરુષ સભ્યો માટે અને પાંચ મહિલા-પાંચ પુરુષ સભ્યો મળીને જનરલ કેટેગરી માટે 10 બેઠકો અનામત રખાઈ છે.
ધ્રોલ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી અનુસુચિત જાતિના મહિલા સભ્ય માટે 1, અનુસુચિત આદીજાતિના પુરુષ સભ્ય માટે 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના પુરુષ સ્ત્રી સભ્યો માટે બે અને બે એમ યાર તેમજ જનરલ વર્ગના કેટેગરીના પાંચ મહિલા અને પાંચ પુરુષ સભ્યો મળીને 10 સભ્યો માટે બેઠકો અનામત રખાઈ છે. કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી અનુ.જાતિના મહિલા-પુરુષ સભ્યો માટે 1-1, અનુ.આદીજાતિના પુરુષ સભ્ય માટે 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના મહિલા સભ્યની અને પુરુષ સભ્યની બે મળીને પાંચ તથા જનરલ કેટેગરીમાં પાંચ મહિલા, પાંચ પુરુષ સભ્યો મળીને 10 અનામત બેઠકો રખાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT