પોરબંદર જિલ્લાના લોકોને પણ ગુજરાતની સ્થાપના ને 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થવા અપીલ
પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્યની સ્થાપનાને વર્ષ 2035 માં 75 વર્ષ પુર્ણ થવાના અવસર પર રાજ્ય સરકાર દ્વારા લોગો ડિઝાઈન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધાના આયોજનથી તેમાં ભાગલેવા ઈચ્છુક પોરબંદર જિલ્લાની ડો. વી. આર. ગોઢાણીયા કોલેજના
લોગો સ્પર્ધા


પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્યની સ્થાપનાને વર્ષ 2035 માં 75 વર્ષ પુર્ણ થવાના અવસર પર રાજ્ય સરકાર દ્વારા લોગો ડિઝાઈન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધાના આયોજનથી તેમાં ભાગલેવા ઈચ્છુક પોરબંદર જિલ્લાની ડો. વી. આર. ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોરબંદર જિલ્લાના કલા પ્રિય લોકોને પણ આ સ્પર્ધામા ભાગ લઈ ગુજરાત રાજ્યના 75 વર્ષની ઉજવણીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ વય મર્યાદા વગર તમામ વર્ગ અને શૈક્ષણીક લાયકાત ધરાવતા (સરકારી કર્મચારી સિવાયના) લોકો આ સ્પર્ધામાં ભાગ લઈને રૂપીયા 3 લાખનું પુરસ્કાર મેળવી શકે છે. વધુ માહિતી MyGov.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande