મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.)ઉંઝા તાલુકાના ડાભી ગામની સરકારી માધ્યમિક શાળાને રાજ્ય સરકાર તરફથી ધોરણ 11 માટે મંજૂરી મળતાં ગ્રામ્ય વિસ્તારમાં ઊચ્ચ શિક્ષણના નવા દ્વાર ખૂલ્યા છે.
હવે ડાભી ગામના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે અન્ય ગામ કે શહેર જવાનું નહીં પડે. શાળામાં અગાઉ ધોરણ 9 અને 10 સુધી અભ્યાસની સુવિધા હતી, જેમાં હવે ધોરણ 11નો સમાવેશ થતાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કલા કે વાણિજ્ય પ્રવાહમાં આગળ વધવાની તક મળી છે.
આ મંજૂરીથી ગામમાં આનંદનું માહોલ છવાઈ ગયો છે. શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 11માં નવો પ્રવેશ આપવામાં આવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ પહેલ માટે ધારાસભ્ય કિરિટભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓનો વિશેષ યોગદાન રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR