ગીર સોમનાથ 30 જુલાઈ (હિ.સ.) આગામી 03 ઓગસ્ટ, 2025 (રવિવાર) ના રોજ, ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન માનનીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી દ્વારા કરવામાં આવનાર છે. આ પ્રસંગે આપ સૌને અને આપના પરિવારને હાર્દિક આમંત્રીક કરાયા.
રવિવારે, કાર્યક્રમ સવારે 9.30 વાગ્યે શરૂ થશે અને લગભગ 11.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, સવારે 11.00 વાગ્યે ભાવનગર-અયોધ્યા ટ્રેન (પ્રારંભિક ટ્રેન) ને લીલી ઝંડી બતાવશે અને તેનું શુભારંભ કરશે.
આ ટ્રેન શરૂ થવાથી અનેક મુસાફરોને ફાયદો મળશે અને મુસાફરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ