મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.)અમદાવાદના નરોડા અને આજુબાજુના વિસ્તારોના 27 ઉત્સાહી યુવાનો સાયકલ પર રણુજાના ધામ માટે યાત્રા પર નીકળ્યા છે. છેલ્લા 27 વર્ષથી સતત ચાલતી આવી સાયકલ યાત્રાનો આ વર્ષનો પણ એક ભાગ છે. યુવાનોએ 28 જુલાઈએ યાત્રાનો આરંભ કર્યો હતો અને દૈનિક અંદાજે 100 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે.
હાલમાં આ યાત્રિકો મહેસાણા જિલ્લાના ઊંઝા સુધી પહોંચી ગયા છે અને ત્યાં કેમ્પ કરી વિરામ લેતા થયા છે. કુલ 8 દિવસની યાત્રા બાદ તેઓ રાજસ્થાનના પવિત્ર રણુજાધામ પહોંચશે.
યાત્રાનો હેતુ માત્ર ધાર્મિક નહિ, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, એકતા અને શિસ્તનો સંદેશ પણ પહોંચાડવાનો છે. રસ્તામાં આવતા ગામો અને શહેરોમાં યુવાનો નાગરિકો સાથે મળીને યાત્રાનો ઉમંગ વહેંચે છે.
સાયકલ યાત્રા યુવાનો માટે માત્ર એક તપસ્યા સમાન છે – જે તેમને શારીરિક તંદુરસ્તી ઉપરાંત માનસિક સ્થીરતા અને સામૂહિકતાની અનુભૂતિ કરા
વે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR