પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમા ભ્રષ્ટાચારનુ પ્રદુષણ વધ્યુ હોય તેવી કિસ્સો સામે આવ્યો છે. તે પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડન કચેરીમાં પોરબંદરમાં નાયબ પર્યાવરણ ઈજેનર આજે એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટે ચડી ગયા હતા અને સવા લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાય જતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
પોરબંદરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં નાયબ પર્યવારણ ઈજેનર રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ એ પોરબંદરની સુદામાં ડેરી ખાતે પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની ખામીઓ ને કાઢવા માટે દર મહિને રૂ.25,000/- લાંચ પેટે આપવા પડશે નહી તો ડેરીના પ્લાન્ટમાં ખામીઓ કાઢી પ્લાન્ટ બંધ કરાવી દઇશ તેમ કહી જાગૃતિ નાગરિક પાસેથી પાંચ માસના કુલ રૂ.1,25,000/- લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી જેના આધારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણની કચેરી ખાતે છટકુ ગોઠવામા આવ્યુ હતુ તે દરમ્યાન ફરિયાદીએ આક્ષેપિત સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા. આ કામગીરી એ.સી.બી.જુનાગઢ એકમ સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ પોરબંદર એસીબીના પીઆઈ બી.કે. ગમાર તથા સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી લાંચ લેતા ઝડપાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya