સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં પીએચ.ડી. પ્રવેશ હેતુ Research Discussion Committee (RDC)નું સફળતાપૂર્વક આયોજન
ગીર સોમનાથ 30 જુલાઈ (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિની પ્રેરણા અને પ્રભારી શોધનિર્દેશક ડૉ.પંકજકુમાર રાવલના માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભ
સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ


ગીર સોમનાથ 30 જુલાઈ (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિની પ્રેરણા અને પ્રભારી શોધનિર્દેશક ડૉ.પંકજકુમાર રાવલના માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભાગે વર્ષ-૨૦૨૫માં પીએચ.ડી. પ્રવેશ હેતુ Research Discussion Committee (RDC)નું આયોજન 30-07-2025ના રોજ સવારે 11:00 કલાકેથી પરિસરના ત્રિવેણી પ્રાશાસનિક ભવનના સુધર્મા હોલમાં કર્યું. કુલ 23 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં.

અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, બાહ્ય વિષય-નિષ્ણાંતરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના નિવૃત્ત પ્રો.રાજેન્દ્ર ચોટલીયા, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના પ્રો.મયુરી ભાટીયા, અત્રેની યુનિવર્સિટીની દર્શન ફેકલ્ટીના ડીન અને માર્ગદર્શક ડૉ.જાનકીશરણ આચાર્ય, વ્યાકરણ ફેકલ્ટીના ડીન અર્જુન સામલ, પુરાણ ફેકલ્ટીના ડીન જીતેન્દ્ર વ્યાસ, પુરાણના માર્ગદર્શક અને કાર્યકારી શોધનિર્દેશક ડૉ.પંકજકુમાર રાવલ, વ્યાકરણના માર્ગદર્શક પ્રો.વિનોદ કુમાર ઝા, પુરાણના માર્ગદર્શક ડૉ.આશાબેન માઢક, ડૉ.કિરણ ડામોર અને અન્ય માર્ગદર્શકો ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત રહ્યાં.

આ સમગ્ર આયોજનમાં સભ્યસચિવ તરીકે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા અને સહાયક તરીકે ભાવિનકુમાર પંડ્યાએ કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande