- પૃથ્વીનું વધુ
સારું નિરીક્ષણ ભારતને શક્તિ આપશે
નેલ્લોર, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.)
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો) એ, અવકાશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ઈસરો અને નાસાના
સંયુક્ત ઉપગ્રહ, જીએસએલવી-એફ16 નિસાર, ભ્રમણકક્ષામાં
પ્રવેશ કર્યો છે. ઈસરોઅને યુએસ અવકાશ એજન્સી નાસાદ્વારા સંયુક્ત
રીતે વિકસાવવામાં આવેલ તેના પ્રકારનો પ્રથમ નાસા-ઈસરો સિન્થેટિક એપર્ચર રડાર (નિસાર) ઉપગ્રહ
ભ્રમણકક્ષામાં પ્રવેશ્યો છે.
આ પ્રક્ષેપણ બુધવારે સાંજે 5.40 વાગ્યે થયું. ઈસરોના વૈજ્ઞાનિકોએ 2,392 કિલોગ્રામ વજનના
નિસાર ઉપગ્રહને
ભૂ-સમકાલિક પ્રક્ષેપણ યાન ( જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ) (જીએસએલવી-એફ16)
રોકેટ વડે
અવકાશમાં લોન્ચ કર્યો. નિસારને પૃથ્વીથી 743 કિલોમીટરની ઊંચાઈએ 98.40 ડિગ્રીના ઝોક સાથે સૂર્ય-સમકાલીક ભ્રમણકક્ષામાં મૂકવામાં
આવ્યું હતું.
પૃથ્વીના અભ્યાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આ ઉપગ્રહ લગભગ 10 વર્ષ સુધી સેવા
આપશે. પૃથ્વીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે, નાસા અને ઇસરોએ મળીને લગભગ 11,2૦૦ કરોડ
રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
ભવિષ્યમાં ઇસરો-નાસા વધુ સંયુક્ત પ્રયોગો કરશે.
ઇસરોના
અધ્યક્ષ ડૉ. કે. નારાયણને જણાવ્યું હતું કે,” આ પ્રયોગ પ્રસંગે ઇસરો અને નાસાએ
તેમના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે અને આગામી સમયમાં ત્રણ વધુ સંયુક્ત પ્રયોગો
કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે,” તેઓ
ચંદ્રયાન-4 પ્રયોગ કાર્ય શરૂ કરી રહ્યા છે.”
તેમણે કહ્યું કે,” આ વર્ષના અંત સુધીમાં ગગનયાન-1 નામના
પ્રક્ષેપણ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પીએસએલવી શ્રેણીમાં વધુ ચાર
પ્રક્ષેપણ કરવાનું લક્ષ્ય પણ છે.”
ઇસરોના વડાએ સફળ પ્રક્ષેપણ માટે, ટીમના તમામ
સભ્યોને અભિનંદન આપ્યા.
હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ