રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા જામનગર ડીવીઝનને સાત નવી નકોર બસ ફાળવવામાં આવી
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયના મુસાફરોને વધુ સારી પરીવહન સુવિધા પુરી પાડવાના શુભ હેતુસર ૧૫૧ નવી બસોનું આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જામનગર ડીવીઝનને ૭ બસો ફાળવવામાં આવ
બસ સ્ટેન્ડ


જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયના મુસાફરોને વધુ સારી પરીવહન સુવિધા પુરી પાડવાના શુભ હેતુસર ૧૫૧ નવી બસોનું આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જામનગર ડીવીઝનને ૭ બસો ફાળવવામાં આવી છે. આ નવી બસો ગુજરાત વાહન વ્યવહાર નિગમના કુલ ૧૬ ડીવીઝનો પૈકીમાં ફાળવવામાં આવી છે, જેમાં રાજકોટને ૮ અને જામનગરને ૭ બસો ફાળવવામાં આવી છે, આ બસોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી લાંબા રૂટ પર અવરજવર કરતા મુસાફરોને આનાથી ઘણો ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.ની સ્થાપના ૧૯૬૦માં થઇ ત્યારે રાજય સરકાર પાસે ૧૭૬૭ બસો હતી અને ૭ ડીવીઝન અને ૭૬ ડીવીઝન વર્કશોપ હતાં, આજે ગુજરાત વાહન વ્યવહાર નિગમ પાસે ૧૨૫ ડેપો અને ૧૬ ડીવીઝનોમાં કુલ ૮૩૨૨ બસો કાર્યરત છે, જેમાં આજથી નવી ૧૫૧ બસોનો ઉમેરો થશે. ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્વારા જામનગર ડીવીઝન માટે નવું બસ ડેપો બનાવવામાં આવી રહ્યું છે, જે સંભવત અઢી વર્ષના ગાળા બાદ જામનગરના મુસાફરોને મળશે. હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્વારા જામનગર ડીવીઝનને ૭ નવી બસો ફાળવવામાં આવતા મુસાફરોને આવાગમનમાં ઘણી રાહત થશે. ખાસ કરીને બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખખડધજ બસો ચાલી રહી છે ત્યાં આ નવી બસ મુકવામાં આવે તો જિલ્લાના મુસાફરોને ઘણી જ રાહત થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande