કાલે 31મી જુલાઈ : જામનગરનો 486મો સ્થાપના દિવસ, મનપા કરશે ઉજવણી
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૩૧ના નગરના ૪૮૬મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે. સૌ પ્રથમ ખાંભીપૂજનનો કાર્યક્રમ મેયર વિનોદભાઈ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. આ પછી જુદી જુદી પ્રતિમાઓને મહાનુભાવો દ્વારા
સ્થપના


જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૩૧ના નગરના ૪૮૬મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે. સૌ પ્રથમ ખાંભીપૂજનનો કાર્યક્રમ મેયર વિનોદભાઈ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. આ પછી જુદી જુદી પ્રતિમાઓને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશ શિંગાળા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ ક્કનાણી, વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, કમિશનર ડી.એન.મોદી વગેરે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રે ૯:૩૦ કલાકે ટાઉનહોલમાં નગર અમારૃં ભારે ગમતીલું ગામ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande