કહોડા ગામની શાળાના વિદ્યાર્થીઓનો કલા મહાકુંભમાં તેજસ્વી દેખાવ, અનેક પુરસ્કારો કબજે કર્યા
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : ઉંઝા તાલુકાના નાનકડા કહોડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ-2025માં ભાગ લઈને શાળાનું અને ગામનું નામ રોશન ર્યું છે. વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓએ પ
કહોડા ગામની શાળાના વિદ્યાર્થીઓનો કલા મહાકુંભમાં ઓજસ્વી દેખાવ, અનેક પુરસ્કારો કબજે કર્યા


મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : ઉંઝા તાલુકાના નાનકડા કહોડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ-2025માં ભાગ લઈને શાળાનું અને ગામનું નામ રોશન ર્યું છે. વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવતા શાળા પ્રેરણાસ્ત્રોત બની છે.

વિદ્યાર્થીઓએ ભજન, ગીતા પઠન, ચિત્રકલા અને તબલા વાદન જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં શાળાના કિશનસિંહ, દીપિકા, હિતલબેન અને મનસિંધુએ સરાહનીય રજૂઆત કરીને પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યા છે.

શાળાના શિક્ષકઓ — મુકેશભાઈ પટેલ, સિંધુરબેન મકવાણા અને નિર્મળાબેન પટેલે વિદ્યાર્થીઓની તાલીમમાં નોંધપાત્ર પ્રયાસો કરી તેમને આ શ્રેષ્ઠ મંચ માટે તૈયાર કર્યા હતા.

શાળાના વડા શિક્ષક દિનેશભાઈ ઠાકોરએ જણાવ્યું હતું કે, “અમે બાળકોની અંદરની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને તેમનો આત્મવિશ્વાસ વધે એ માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે.”

ગામના સરપંચ તેમજ ગ્રામજનો તરફથી પણ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ઘેરું અભિનંદન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ બાદ હવે શાળાનું ધ્યાન જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે તૈયારીઓ તરફ કેન્દ્રીત થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande