નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) લોકસભાએ બુધવારે ટૂંકી ચર્ચા પછી,
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે લંબાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને હવે સંસદની
મંજૂરી બાદ, તેને 13 ઓગસ્ટથી
વધુ છ મહિના માટે લંબાવી શકાય છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ, આજે મણિપુર સંબંધિત વૈધાનિક
ઠરાવને ગૃહમાં રજૂ કરવા અને મણિપુર પર ટૂંકી ચર્ચા કરવાની મંજૂરી આપી. તેમણે ગૃહને
જણાવ્યું કે,” 2 એપ્રિલે ગૃહે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે પોતાની સંમતિ
આપી હતી. બંધારણની કલમ 356 હેઠળ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના
માટે લંબાવવા માટે સંસદની મંજૂરી જરૂરી છે.”
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં, મણિપુર
સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો. ટૂંકી ચર્ચા પછી, તેમણે કહ્યું કે,” રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે
રાષ્ટ્રપતિ શાસન લંબાવવું જરૂરી છે.” તેમણે કહ્યું કે,” હાઈકોર્ટ દ્વારા અનામત
સંબંધિત નિર્ણય પછી ફેલાયેલી વંશીય હિંસાને, ધર્મ સાથે જોડવી યોગ્ય નથી.
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન છેલ્લા ચાર મહિનામાં, હિંસાની માત્ર એક જ ઘટના બની છે અને
તેમાં ફક્ત એક જ વ્યક્તિનું મૃત્યુ થયું છે.”
રાયે કહ્યું કે,” સરકાર શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો
કરી રહી છે. બંને સમુદાયો સાથે વાતચીત થઈ રહી છે.” આ ઉપરાંત, રાયે
પૂર્વોત્તરના વિકાસ માટે તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વિશે માહિતી
આપી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ