કચ્છમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના ખર્ચ, અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પાછળ થાય તે જોવા તાકીદ
ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ તકે કલેકટર પટેલે તમામ અમલીકરણ અધિકારીઓને અધ્યક્ષસ્થાનેથી ફાળવાયેલી રકમ
કચ્છ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક


ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ તકે કલેકટર પટેલે તમામ અમલીકરણ અધિકારીઓને અધ્યક્ષસ્થાનેથી ફાળવાયેલી રકમ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પાછળ જ થાય તેની પૂરતી કાળજી રાખવા સૂચના આપી હતી.

રૂ.4073 લાખની ગ્રાન્ટમાંથી 2979.08 લાખનો ખર્ચ

બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની સમીક્ષા તથા વિવિધ યોજના હેઠળ લાભાન્વિત લાભાર્થીઓનું સહવર્તી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા માટેની રૂ.5773.81 લાખની જોગવાઇ સામે રૂ.4073.69 લાખની ગ્રાન્ટમાંથી જૂન-2025 અંતિત સુધીમાં રૂ.2979.08 લાખનો ખર્ચ થયો હોવાની માહિતી બેઠકમાં રજૂ કરાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કુટીર ઉદ્યોગ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, સિંચાઇ શાખા, પોષણ કાર્યક્રમ સહિતના વિવિધ અમલીકરણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

યોજનાકીય લાભો ઝડપથી મળે તે માટે રજૂઆત

બેઠકમાં ધારાસભ્યો તથા સમિતિના સભ્યોએ યોજનાકીય લાભો ઝડપથી મળે તે માટે રજૂઆત કરી હતી. આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સભ્ય સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી, રામજીભાઇ ધેડા, રમેશભાઇ મહેશ્વરી, ગોવિંદભાઇ મારવાડા, સામજી વાણીયા, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામક વિનોદ રોહિત તથા અન્ય અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande