ભુજ - કચ્છ, 30 જુલાઈ (હિ.સ.) : રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડની ટુકડીઓ ત્રાટકી હતી અને 30 લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી.
10 ટીમ દ્વારા 401 જોડાણની ચકાસણી કરાઇ
રાપર પીજીવીસીએલ વિજ કચેરી હેઠળના વિસ્તારમાં પીજીવીસીએલના મુખ્ય ઈજનેર અંજારના ચૌધરી, ભચાઉના કાર્યપાલક ઈજનેર ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 10 ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના અધિકારીઓ વી પી ગોહિલ પોરબંદર, કે પી ગોહિલ સુરત, પી એસ વસોડિયા મોરબી, એમ એચ પટેલ જામનગર, વી આર ગાંવિત ભુજ, એ.બી પ્રજાપતિ રાપર સહિતનાએ 401 વીજજોડાણોની તપાસ કરી હતી.
દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ
કોમર્શિયલ અને રહેણાંકના 16 જોડાણો મા ગેરરીતિ જણાઈ આવી હતી. ૩૦ લાખની વિજ ચોરી ઝડપાઈ હતી જે અંગે પીજીવીસીએલ દ્વારા દંડની કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું રાપર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર એ.બી પ્રજાપતિ એ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA