પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના રાણાકંડોરણા ગામે સોમવારના બપોરના સમયે લુટ કરવામાં આવી હતી આ બનાવમાં પોલીસે છ શખ્સોને રાણાવાવ નજીકથી ઝડપી લીધા હતા ફરીયાદના બનેવીએ જ લુંટ કરવા જણાવ્યુ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. રાણાકંડોરણા ગામે ધાર વિસ્તારમાં રહેતા કરશનભાઈ દેવાણંદભાઈ નંદાણીયાના રહેણાંક મકાનમા બપોરના સમયે છ જેટલા અજાણ્યા શખ્સો પ્રાણઘાતક હથિયાર લઇ ધસી આવ્યા હતા આઠ વર્ષના બાળકના ગળે છરી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પરિવારના તમામ સભ્યોને રૂમમાં પુરી કબાટનો લોક તોડી કુલ 27 તોલાના ઘરેણા અને રૂ.80 હજારની રોકડ રકમની લુટ કરી હતી આ લુંટારૂને ઝપડી લેવા પોલીસે ચાર ટીમ બનાવી હતી જીલ્લાભરમાં નાકાબંધી કરી એલસીબીએ રાણાવાવ -જામનગર રોડ પરથી પસાર થતી કારને શંકાના આધારે રોકી તલાસી લેત તેમાં રહેલા શખ્સો પાસેથી લુંટ કરવામા આવેલા ઘરણાં મળી આવ્યા હતા લુંટના કેસના મુખ્ય આરોપી જામકંડોરણા આતે રહેતા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ એવી ચોકાવનારી માહિતી આપી હતી કે લુંટ કરવા માટે ફરીયાદી કરશનભાઈ દેવાણંદભાઈ નંદાણીયાના રાજકોટ ખાતે રહેતા બનેવી દિલીપભાઈ માલદેભાઇ સાંજવા અને પ્રફુલભાઈ પ્રભુદાસ ચરડવાએ કહ્યુ હતુ આથી રવિરાજસિંહ અને અમદાવાદ ખાતે રહેતા જતીન અશોકકુમાર વિશ્વનાથનો સંપર્ક કર્યો હતો અને લુંટ માટે યુપીથી ચાર જેટલા શખ્સોને બોલાવ્યા હતા જોકે પોરબંદર પોલીસે લુંટના કાવતરા પર પાણી ફેરવી દીધુ અને છ જેટલા આરોપીને ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીના નામ
1-રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રે. જામકંડોરાણ
2- જતીન અશોકકુમાર વિશ્વનાથન-રે અમદાવાદ
3-સિધેશ્વર ઉર્ફે સિધ્ધ દેવજી પરમાર-રે.અમદાવાદ
4-સાહિલ ઉર્ફે કાલુ સર્વેશ યાદવ-રે,યુપી
5-નિરજ ઉર્ફે બઠીયો શિવલાલ ચૌહાણ-રે યુપી
6- વિશાલ મોતીલાલ ચૌધરી -રે રાજસ્થાન
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya