તબીબી સેવાને, જન કલ્યાણનું માધ્યમ બનાવો: રાષ્ટ્રપતિ
- રાષ્ટ્રપતિ મુર્મુએ, એઈમ્સ કલ્યાણીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી કલકતા, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કલ્યાણી ખાતે સ્થિત, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના
રાષ્ટ્રપતિ મુર્મુએ એઈમ્સ કલ્યાણીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી


- રાષ્ટ્રપતિ મુર્મુએ, એઈમ્સ કલ્યાણીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી

કલકતા, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કલ્યાણી ખાતે સ્થિત, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે યુવા ડોક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો. તેમણે મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને અપીલ કરી કે, તેઓ તબીબી સેવાને માત્ર એક વ્યવસાય ન માને, પરંતુ તેને જન કલ્યાણનું માધ્યમ બનાવે અને ડૉ. બિધાનચંદ્ર રોયના આદર્શોને પોતાના જીવનમાં ઉતારે. બિધાનચંદ્ર રોય એક સ્વાતંત્ર્ય સેનાની અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.

દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સ્વતંત્રતા સમયે ભારતમાં સરેરાશ ઉંમર માત્ર 32 વર્ષ હતી, જે હવે વધીને લગભગ 70 વર્ષ થઈ ગઈ છે. તેમણે તેને તબીબી જગતના યોગદાનનું પરિણામ ગણાવ્યું. રાષ્ટ્રપતિએ તાજેતરના વર્ષોમાં રસીકરણ ક્ષેત્રે થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે, ઘણા રોગો નાબૂદ થયા છે, જેમ કે ગયા વર્ષે ભારતને ટ્રેકોમા મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, મોટાભાગના રોગો સ્વસ્થ જીવનશૈલી અને સંતુલિત આહાર દ્વારા અટકાવી શકાય છે. જ્યારે ડોકટરો પોતે શિસ્તબદ્ધ જીવન જીવે છે, ત્યારે તેની સમાજ પર ઊંડી અસર પડશે. તેમણે યુવા ડોકટરોને દર્દીઓને માત્ર દવાઓ જ નહીં પરંતુ જીવનશૈલી સલાહ પણ આપવા વિનંતી કરી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, એઈમ્સ કલ્યાણીના પ્રથમ બેચ તરીકે, તેઓ આ સંસ્થાની ઓળખના શિલ્પી છે અને તેમના પ્રયાસો આ સંસ્થાને રાષ્ટ્રીય ગૌરવ બનાવી શકે છે.

રાષ્ટ્રપતિએ તબીબી વિજ્ઞાનમાં થઈ રહેલા ઝડપી ફેરફારો તરફ ધ્યાન દોર્યું અને ડોકટરોને તેમના જીવનભર શીખતા રહેવાની સલાહ આપી. કલ્યાણી શહેરની સ્થાપનાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેનો શિલાન્યાસ ડૉ. બી.સી. (બિધાનચંદ્ર) રોય દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે પણ મફત સેવાઓ પૂરી પાડતા હતા. રાષ્ટ્રપતિએ એઈમ્સ ના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્રને આ સંસ્થાને રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી.

રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ, પશ્ચિમ બંગાળના આરોગ્ય રાજ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર પણ દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા હતા.

દીક્ષાંત સમારોહમાં કુલ 48 એમબીબીએસ વિદ્યાર્થીઓ અને નવ પોસ્ટ-ડોક્ટરલ સર્ટિફિકેટ કોર્સ (પીડીસીસી) વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande