પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાત્મા ગાંધી અને ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાની જન્મભૂમિ હોવાને કારણે અહીં દર વર્ષે પ્રવાસીઓની ખાસી એવી સંખ્યા જોવા મળે છે, ત્યારે પોરબંદરથી મુંબઈ તરફ જતી એક માત્ર ટ્રેન 'સૌરાષ્ટ્ર એક્સપ્રેસ'માં અપૂરતી સુવિધાઓને કારણે પોરબંદર આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે પડે છે.
ખાસ કરીને આ ટ્રેનના ડબ્બા ખરાબ હાલતમાં છે. ઉપરાંત ટોયલેટ, લાઈટ-પંખા જેવી પાયાની સુવિધાઓમાં પણ ક્ષતિઓ જોવા મળે છે. ત્યારે આ ટ્રેનને અપગ્રેડ કરવામાં આવે તે માટે વ્યાપાર ઉદ્યોગ જગતના નલીનભાઈ રસીકલાલ કાનાણી, ચંદ્રેશભાઈ મોહનલાલ સામાણી, રાજેશભાઈ એન. બુધ્ધદેવ, સંજયભાઈ વી. કારીયા, કેતનભાઈ અશ્વીનભાઈ ભરાણીયા, રાજેશ એમ. લાખાણી સહિતના હોદ્દેદારોએ આવેદન પાત્ર પાઠવી રજુઆત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya