નવી દિલ્હી 30 જુલાઈ (હિ.સ.) ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ 2025 ફોર્ચ્યુન
ગ્લોબલ 500 યાદીમાં સૌથી
વધુ ક્રમાંકિત ભારતીય કંપની તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આરઆઈએલ એ, છેલ્લા ચાર
વર્ષમાં 67 સ્થાનનો કૂદકો
લગાવ્યો છે.
ફોર્ચ્યુન ગ્લોબલ દ્વારા બુધવારે જાહેર કરાયેલા નવીનતમ
રેન્કિંગ અનુસાર, “રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ નવીનતમ યાદીમાં 88મા ક્રમે છે. ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદી 31 માર્ચ, 2025 ના રોજ અથવા તે
પહેલાં પૂરા થયેલા નાણાકીય વર્ષોના કુલ આવકના આધારે કંપનીઓને ક્રમ આપે છે. આ વર્ષે, ભારતની નવ કંપનીઓ
ફોર્ચ્યુનની ગ્લોબલ 500 યાદીમાં શામેલ
છે. આમાંથી પાંચ જાહેર ક્ષેત્રની છે અને ચાર ખાનગી ક્ષેત્રની છે. જાહેર ક્ષેત્રની
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 95મા ક્રમે છે. ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થવાનું આ 22મું વર્ષ છે, જે ભારતમાં અન્ય કોઈપણ ખાનગી ક્ષેત્રની કંપની કરતાં ઘણું
લાંબુ છે.”
ફોર્ચ્યુન ગ્લોબલે આ કંપની, જે તેલથી લઈને ટેલિકોમ અને રિટેલ સુધીની છે, તેને તાજેતરની
યાદીમાં 88મા સ્થાને સ્થાન
આપ્યું છે, જે 2024 માં 86મા સ્થાને હતું.
જોકે, કંપનીએ છેલ્લા
ચાર વર્ષમાં 67 સ્થાનનો મોટો
ફાયદો મેળવ્યો છે, જે 2021 માં 155મા સ્થાને હતી. આ
રીતે, કંપનીએ છેલ્લા
ચાર વર્ષમાં 67 સ્થાનનો કૂદકો
માર્યો છે.
નોંધનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2024-25 માં 1,071,174 કરોડ રૂપિયાનો,
રેકોર્ડ ઉચ્ચ કોન્સોલિડેટેડ ગ્રોસ રેવન્યુ નોંધાવ્યો છે. આ વાર્ષિક ધોરણે 7.1 ટકા વધુ છે. આ
સાથે, 183,422 કરોડ રૂપિયાનો ઇબીઆઈટીડીએ
પ્રાપ્ત થયો છે, જે વાર્ષિક ધોરણે
2.9 ટકા વધુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ