અનુભવગમ્ય શિક્ષણનો અનુભવ લેવા નવાપરા પ્રાથમિક શાળા છાયાના વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત લીધી
પોરબંદર,30 જુલાઈ (હિ.સ.) : નવી શિક્ષણ નીતિ અને સરકાર ડગલેને પગલે વિદ્યાર્થીઓને સરળતાથી અને સહજતાથી કેવી રીતે સ્વ પ્રયત્ન દ્રારા અભ્યાસ કરી શકે એવા પ્રયાસો ચાલતાં આવ્યા છે. એમાં સૌથી વધુ અસરકારક પરિબળ “અનુભવગમ્ય શિક્ષણ” માત્ર ખેતીની વાત કરીએ તો બાળકો
અનુભવગમ્ય શિક્ષણનો અનુભવ લેવા નવાપરા પ્રાથમિક શાળા છાયાના વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત લીધી.

પોરબંદર,30 જુલાઈ (હિ.સ.) : નવી શિક્ષણ નીતિ અને સરકાર ડગલેને પગલે વિદ્યાર્થીઓને સરળતાથી અને સહજતાથી કેવી રીતે સ્વ પ્રયત્ન દ્રારા અભ્યાસ કરી શકે એવા પ્રયાસો ચાલતાં આવ્યા છે. એમાં સૌથી વધુ અસરકારક પરિબળ “અનુભવગમ્ય શિક્ષણ” માત્ર ખેતીની વાત કરીએ તો બાળકો સમજી ન શકે પરંતુ ખેતરમાં કામ કરતાં માણસ પાસે જઈ સમજ આપવામાં આવે તો વધુ સારી રીતે સમજી શકે છે. એ અનુભવ માટે ધોરણ 8 (આઠમા) આવતા પ્રથમ પ્રકરણ -1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની સમજ માટે ઓડદર અને રતનપર વચ્ચે આવતા ખેતરમાં વિદ્યાર્થીઓને મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં રવજીભાઈ દ્વારા ખેતર ખેડવાથી શરૂઆત કરી હતી અને પાકને કેવીરીતે વ્યવસ્થા કરવી એ સંદર્ભે ખુબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી. તથા અળસિયા માંથી વિશે બનતાં ખાતર વિશે માહિતી આપવામાં આવી હતી.

રવજીદાદા એ કીધું કે ભણવું જરૂરી છે પણ ભારત દેશ વર્ષોથી કૃષિપ્રધાન દેશ રહ્યો છે . ખેતી કરવી એ નાની વાત નથી ઘણા બધા ફાયદાઓ થાય છે .વિદ્યાર્થીઓ એ પુરા ઉત્સાહથી માહિતી મેડવી અને નોંધ પોથીમાં નોંધ કરી હતી. આ મુલાકાત માટે રવજીભાઈ પ્રેમજીભાઈ જોષી તથા ખાસ આભાર રાજેશભાઈ રવજીભાઈ જોષીનો આભાર માન્યો હતો અને ખૂબ જ ટુંકા સમયમાં મુલાકાત કરી આપવામાં આવી હતી. આ મુલાકાત બદલ શાળા પરિવાર અને આચાર્ય હીરલબેન દાસા દ્રારા આભાર માનવામાં આવ્યો હતો અને આ મુલાકાતમાં વિદ્યાર્થીઓ સાથે નોજભાઈ સોલંકી, સુરભીબેન ઝાલા અને મૌલિક જોષી એ જહેમત ઉઠાવી હતી. આવી સુંદર મુલાકાત માટે વિદ્યાર્થીઓએ શાળાનાં આચાર્ય હીરલબેન દાસાનો પણ આભાર માન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande