મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા સરકારશ્રીના કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનું અમલીકરણ સક્રિય રીતે કરવામાં આવી રહ્યું છે.
યોજનાઓમાં AGR-2, અનુસૂચિત જાતિ માટેની AGR-4, તેલીબીયાં માટે NMEO અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (NFSM)નો સમાવેશ થાય છે. આ યોજનાઓ અંતર્ગત દિવેલા, મગ, બાજરી અને કપાસ જેવા વિવિધ પાકોના નિદર્શન માટે ખેડૂતોએ અદ્યતન જાતિના બિયારણો આપવામાં આવ્યા છે.
બેચરાજી તાલુકામાં વિસ્તરણ અધિકારીશ્રી મહેશભાઈ ઠાકોર તથા ગ્રામસેવકોની ટીમ દ્વારા નિદર્શન માટે ઇનપુટ કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ખેડૂતોએ કૃષિ પ્રગતિ એપ, ફાર્મર રજિસ્ટ્રી અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન પણ મેળવ્યું.
આ પ્રયાસો દ્વારા ખેડૂતોએ નવી ટેકનોલોજી સાથે જોડાઈને પાક ઉત્પાદન ક્ષમતા વધારવાની તક મેળવી છે. ખાસ કરીને બેચરાજી તાલુકા ખરીદ-વેચાણ સંઘ અને ગુજકોમાસોલનો પણ આ કામગીરીમાં સહયોગ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR