ઊના પો.સ્ટે. વિસ્તારના સોનારી ગામના નવાપરા વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ
ગીર સોમનાથ 30 જુલાઈ (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધ
ઊના પો.સ્ટે. વિસ્તારના સોનારી ગામના નવાપરા વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ


ગીર સોમનાથ 30 જુલાઈ (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ. રવિરાજસિંહ બારડ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે ઊના પો.સ્ટે. વિસ્તારના સોનારી ગામના નવાપરા વિસ્તારમાં જુગાર અંગે રેઈડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ ઉના પો.સ્ટે. જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડેલ આરોપીઓ

(૧) રમેશભાઈ કાનાભાઇ ચારણીયા ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે. સોનારી પ્લોટ સોનારી તા.ઉના

(૨) કરશનભાઇ હમીરભાઇ ડાભી ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે. સોનારી નવાપ્લોટ તા.ઉના

(૩) વિરજીભાઇ ગાંડાભાઇ ચારણીયા ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે. સોનારી નવાપરા તા.ઉના

(૪) ભરતભાઈ ધીરૂભાઇ ચૌહાણ ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે. સોનારી નવાપરા તા.ઉના

(૫) ગોપાલભાઈ મેરૂભાઇ ચૌહાણ ઉ.વ ૨૦ ધંધો મજુરી રહે.સોનારી નવાપરા તા.ઉના

(૬) સામતભાઇ સાદુંળભાઇ ચૌહાણ ઉ.વ.૬૦ ધંધો મજુરી રહે સોનારી મેલડી માતાજી મંદીર પાસે

(૭) મહેશભાઈ ઉકાભાઈ ચૌહાણ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે. સોનારી નવાપરા તા.ઉના

(૮) વિજયભાઇ કાનાભાઈ દમણીયા ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.સોનારી તા.ઉના

> કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડ રૂા ૫૪,૭૦૦/-

(૨) મોબાઈલ ફોન નંગ-૦૬ કી.રૂ.૨૫,૫૦૦/-

(૩) જુગાર સાહિત્ય તથા પાથરણુ કીંમત રૂ.૦૦/00

કુલ કિં.રૂા. ૮૦,૨૦૦/-

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી.પટેલ, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ. રવિરાજસિંહ બારડ, ડ્રા.હેડ કોન્સ. પ્રકાશભાઇ સોલંકી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande